"શ્રી ચિંતામણિ પાર્શ્વજિન સ્તવન "

(રાગ: આદ્યા હૈ ચંદ્રમાં રાત આધી...)
રચયિતા : પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.

વણછરા પાર્શ્વ તને વંદુ વારંવાર, તને વંદુ વારંવાર
મનથી ધ્યાવું - તનથી ધ્યાવું વચને ગાવું રે...વચને ગાવું રે
તારા મુખને જોઈ હરખું, તને વારે વારે નીરખું,
તોયે તૃપ્તિ ન થાય, મન મારું ખેચાય,
    મારો આતમ મસ્ત બની જાય...મસ્ત બની જાય... (1)

તારૂં અદભુત બિંબ નિરાળું, પેલા ચાંદા કરતા રૂપાળું,
તોડે રાગ અને દ્વેષ, આપે સમતા અશેષ,
    શુદ્ધ થાશે આતમના પ્રદેશ રે પ્રદેશ... (2)

આત્મ - કમલમાં પાર્શ્વજી તમને, બેસાડ્યા છૂટો ના સપને,
"વિક્રમ" વિનવે તને, રહેજે મારી કને,
    કેવલ "લબ્ધિ" પ્રગટશે મુજને રે... (3)

Shree Chintamani Parshwajin Stavan (in English):

(Ragaha aagdha hai chandrama raat aadhi...)
Rachyitaha Pu. Gurudev Vikramsurisarji Mah. Sah.

Vanchhara parshwa tane wandum waaramvar
Manthi dhyawum-tanthi dhyawum wachane gaawu re...wachane gaawu re...
Taara mukhne joi harkhu, tane ware ware nirkhu,
  to ye trupti na thaay, man maaru khenchaay,
    maaro aatam mast bani jaay...mast bani jaay...(1)
Taru adhbhoot bimb niralu, pela chanda karta rupalu,
  tode raag ane dhwesh, aape samta aashesh,
    shudh thashe aatamna pradesh re pradesh...(2)
Aatma-kamalma Parshwaji tamne, besadya chhuto na sapne,
  "Vikram" vinwe tane, raheje maari kane,
    Kewal "Labdhi" pragatshe mujne re...(3)